Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રાખું  છું
રાખું છું
★★★★★

© Parul Wala

Others

1 Minutes   7.0K    6


Content Ranking

હોઠ પર તારું છૂપાવી નામ રાખું છું,
ફૂલની પાસે ભ્રમરને આમ રાખું છું !
 
સૌ કૂતુહલથી જૂએ છે પણ હું જાણું છું,
બંધ આ પરબીડિયે પયગામ રાખું છું!
 
કોઈ પણ બાબત શરૂ થઈ જાય તારાથી,
કહી શકે કે એનો હું અંજામ રાખું છું ?
 
આવશે તું ઉમ્રભર, બેઠી પ્રતીક્ષાએ,
વાંસળીની ફુંકમા હું શ્યામ રાખું છું !
 
આવવાની તારી આહટ તુર્ત સંભળાતી,
ભીડની વચ્ચે મને સૂમસામ રાખું છું !
 
ના ભલે પહોંચી શકું મંઝિલ ઉપર તો પણ,
માર્ગમાં છું, સાથમાં આરામ રાખું છું !

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..