Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Umesh Tamse

Others

3  

Umesh Tamse

Others

સંસાર

સંસાર

1 min
289


જીતમાં પણ કેમ સૌની હાર છે ?

જિંદગીનો આજ સાચો સાર છે.


કેમ મારું આ હૃદય બીમાર છે ?

આંખથી એણે કરેલો વાર છે.


પ્રેમ જ્યાં છે ત્યાં જ તો સંસાર છે,

પ્રેમ જ્યાં નહિ ત્યાં બધું બેકાર છે.


એકલો મૂકી ગઈ જગમાં મને,

શું ખરેખર આ જ એનો પ્યાર છે !


ખુદને એ કયારેય ના જાણી શક્યો,

એટલે જીવનમાં એ લાચાર છે.


ભીતરે જે પ્રેમ રાખી ના શકે,

એ બધા માનવ ઉપર ધિક્કાર છે.


Rate this content
Log in