Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Neha Purohit

Fantasy Classics

3  

Neha Purohit

Fantasy Classics

હવાને મુઠ્ઠીમાં કેદ કરવા

હવાને મુઠ્ઠીમાં કેદ કરવા

1 min
13.4K


તમે હવાને મુઠ્ઠીમાં કેદ કરવા ચાહ્યું;

એ તમને સહેજ સ્પર્શીને ચાલી ગઈ.

તમે પતંગિયાને કોઈની નજર લાગી જશે

એમ કહી પોતાના રંગો છુપાવવા કહ્યું;

એ તમારી આસપાસ ક્ષણવાર ઊડીને જતું રહ્યું.

તમે વૃક્ષને સમજાવ્યું :

"લ્યા, જેટલું ઘટાદાર થઈશ 

લોકો એટલો જ તારો લાભ લેશે 

ને જરુર પડ્યે કાપી ય નાખશે."

પણ એણે આકાશ આંબવાનાં પ્રયત્નો 

ચાલુ જ રાખ્યા

માથા વઢાઈ જવાની બીક બતાવી 

પણ ખેતરમાં મોલ તો લસલસ્યો જ...

ગુસ્સે થઈ પગ પછાડ્યા

તો ઊડેલી ધૂળ 

તમારી આંખોમાં દર્દ 

આપતી ગઈ

અંતે તમે ઘૂંટણીયે પડ્યાં.

હાથ લંબાવીને કહ્યું -

'હું તારી તમન્ના... ગમા.. અણગમાનું,

ધ્યાન રાખીશ,

સાતેય વચન નિભાવીશ,

એ તૈયાર થઈ 

તમારા નકશેકદમ પર ચાલવા માટે!

હવા... પતંગિયું... વૃક્ષ... ખેતરમાં લસલસતો મોલ...

ને પેલી ધૂળ મલકી રહ્યાં'તાં મરક મરક.

થોડા સમય બાદ 

કોઈએ તમને બોલતા સાંભળેલા

'સ્ત્રી'ની બુદ્ધિ પગની પાનીએ!!!


Rate this content
Log in