Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જિંદગી
જિંદગી
★★★★★

© Ankit Gorasiya

Others

1 Minutes   13.4K    7


Content Ranking

તારા સ્પર્શનાં ગુણ તને પણ નહીં ખબર હોય,
તું અડી લે તો ઊઠી જાઉં, ભલેને એ કબર હોય.

તારાં હાથમાં ધરતી, મારાં હાથમાં અંબર હોય,
ને પછી તો ફક્ત ક્ષિતિજે પ્રણયની નજર હોય.

એ જિંદગી પણ મોતથી ઓછી ન ગણી શકું;
જે જિંદગીની કોઈ પણ ક્ષણ તારાં વગર હોય.

આંખ ઉઠાવીએ અને અચાનક પાંપણ અથડાય,
ચાહું છું કે આપણી વચ્ચે એટલું જ અંતર હોય.

જિંદગી પણ મને ત્યજીને જતાં પહેલાં વિચારશે,
જો મોત સમયે તારો હાથ મારાં હાથ પર હોય.

એથી પણ વિશેષ જીવન શું હોય શકે ‘અંકિત’,
તું જ હોય મંજિલ ને તારી સાથે જ સફર હોય.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..