Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Smita Shukla

Others

2  

Smita Shukla

Others

વરસાદનો સાદ

વરસાદનો સાદ

1 min
1.3K


એય, સખી !
ઓરી આવ, આવને ઓરી,
મને સાદ સંભળાય, આજુબાજુ જોયુ..
 
કર્યું ડોકિયું બહાર,
જરા જોઈ લઉં, કોઈ નહીં
ખાલી સાદ, બેબાકળી બની બહાર જોયું,
થયું સાજણનો સાદ તો નથી ને,
કોઈ જ નહીં
 
ફરી એજ સાદ એજ શબ્દો ને,
ત્યાં જ થંભી ગઈ હું,
અરે! આતો,
 
અવિરત અનરાધાર વરસતાં વરસાદનો સાદ,
સાદ પાડી કહે, ઓરી!
આવ ને, રે! સખી દૂર કાં ઊભી,
મારામાં ભિંજાવું નથી, અરે!
ગાંડી જો તો ખરી ભિંજાઈને,
 
મારા શીતલ સ્પર્શને માણી તો જો એકવાર,
અરે! મન થનગનાટ કરશે ને હૈયું કરશે કિલ્લોલ,
તનમન ઝૂમી ઉઠશે, ઓરી!
આવને, હે સખી 
શીદને શરમાય,
સાભળ ને,
 
મન મૂકીને વરસ્યો હું તારે કાજ,
ને તું નિશબ્દ કેમ સખી ?
એય! સખી સાભળને જરા,
હું તો ઘડીકમાં પાણી બની વહી જઈશ,
નદી, ઝરણાં,
સાગરમાં ભળી જઈશ..
રેતી, છીપલાં, મીનને ભીંજવીશ..
તું નિસહાય જોતી રહીશ,
તું ભીજાને સખી, એકવાર,
અરે! ઘેલી તારી આંખોમાંથી વહેતા,
 
ખારા આસું ટપટપ પડશે, અફસોસ!
મારી સાથે જ વહી ભળી જશે,
ને તું ભીંજાયેલ હોવા છતાં કોરી,
સ્તબ્ધ, નિશબ્દ, નિષ્પ્રાણશી
એજ આંગણ ને અવિરત અનરાધાર વરસતો
પાડું હું સાદ, પાડું હું સાદ તારે કાજ સખી!
ઓરી આવ ને, આવને ઓરી,
એય સખી!


Rate this content
Log in