Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

2  

Arvind Patel

Others

ના શકીએ?

ના શકીએ?

1 min
6.9K


સૂરજ ઊગે છે ત્યાં અને અજવાળું થાય છે અહીંયા આ
ઉગતા સૂરજની રંગોળીના રચયિતાને જાણી ના શકીએ?
 
જીવતો માણસ ચાર મણની બોરી ઉચકે, ને મરેલાને
ચાર જણ ઉંચકે, કુદરત ના આ કરિશ્માને જાણી ના શકીએ?
 
સૂવો તો સમાધિ અને ઉઠો તો ઉપાધિ આ
રહસ્યના રખેવાળને ખોળી ના શકીએ?
 
કીડીને કણ અને હાથીને મણ આ કણ, મણ
અને જણના દાતારને જાણી ના શકીએ?
 
ધમની, શિરામાં રુધિર વહે છે દિનરાત અવિરત,
ચેતનાનો પ્રવાહ વહાવનારને જાણી ના શકીએ?
 
શિશુથી ઈશુ સુધી જીવનો જ દબદબો છે પણ
અચાનક ચાલ્યા જતાં આ જીવને જાણી ના શકીએ?
 
લેશમાત્ર થાય પીડા તો બોલાય આહ, ઉહ, ઓહ, તો
નવ-નવ માસ સુધી પીડા સહન કરનાર એ "મા"ને જાણી ના શકીએ?


Rate this content
Log in