Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others Romance

4  

Shaurya Parmar

Others Romance

હૈયાનાં દ્વાર

હૈયાનાં દ્વાર

1 min
14.4K


હૈયાનાં દ્વાર ખોલી છાના માના એના ખાનામાં જોયું,

તો છબી તારી, યાદો તારી, વાતો તારી ને જખ્મો તારા,


એક એક વસ્તુ ધ્યાનથી જોઈ, પ્રથમ જોઈ છબી જ્યારે,

તો એ વાળ તારા, એ આંખો તારી, એ હોઠ તારા, એ ગાલ તારા,


છબી જોઈ પછી થઈ તાજી યાદો જ્યારે ત્યારે તો આહાહા !

એ રીસાવુ તારું, એ મનાવું મારું, એ હસવું તારું, એ ખીલવું મારું,


ને યાદો પછી તો એ વાતો સાંભરી ને કંઈક ગલગલીયાં થયા ફરીથી,

એ કિટ્ટા તારી, એ બુચ્ચા તારી, એ મસ્તી તારી, એ પ્રીતિ તારી,


ને એ જખ્મો હૈયાની જમીન પર ઉપસી આવ્યા જોને અહીં,

એ મળવું તારું, એ ભળવું તારું, એ નડવું જગનું, એ છૂટા પડવું તારું,


હૈયાનાં દ્વાર ખોલી છાના માના એના ખાનામાં જોયું,

તો છબી તારી,યાદો તારી,વાતો તારી ને જખ્મો તારા.


Rate this content
Log in