Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Girish Solanki

Others

3  

Girish Solanki

Others

કે પછી?

કે પછી?

1 min
13.7K


થરથર કાંપતી
મારી આંખોમાંથી 
ડોકિયું કરતો 
એ ડર
એને કેમ નહિ દેખાતો હોય?

 

જ્યારે મારા વાળને 
જોરથી ખેંચીને 
મને
ભોંયભેગી 
કરે છે 
ત્યારે
એને મારી ચીસો કેમ નહિ સંભળાતી હોય?

એનો વિકરાળ પંજો 
જ્યારે 
મારી છાતી પર
હુમલો 
કરે છે 
ત્યારે
એને મારા હૃદયનો થડકાર કેમ નહિ સંભળાતો હોય?

જાંઘ
વચ્ચેથી
વહેતી રક્તધારાનો 
ગરમાટો
એને કેમ નહિ વર્તાતો હોય ?


ફાટી ગયેલી આંખોનું કંપન 
લોહીલુહાણ ધ્રુજતા મારા હોઠ 
ખેંચીને ઉખેડી પડાયેલા મારા વાળ જે જમીન પર આમતેમ પડ્યા છે 

અને 
મારું ઠંડુંબોળ થઈ ગયેલું શરીર
એને કેમ દેખાતું નહિ હોય?

શું એ 
આંધળો છે?
બેહરો છે?
મૂંગો છે?
કે પછી
સ્પર્શવિહિન 
છે?

જો આ બધીજ ઇન્દ્રિયો મરી પરવારી હોય?
તો આ એક જ ઇન્દ્રિયમાં આટલું બધું જોર કેમ?

ઘણીવાર મને એ સમજાતું નથી.
કે 
હું જીવતી લાશ છું?

કે 
પછી
?!


Rate this content
Log in