Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પ્રેમનો દરિયો
પ્રેમનો દરિયો
★★★★★

© Mamtora Raxa Narottam

Inspirational

1 Minutes   13.6K    6


Content Ranking

 શીતલ ચાંદની શો નિર્મળ, નિશ્ચલ પ્રેમ તારો,મા,
પ્રેમની અમીધારા અવિરત વહેતી તારા હૃદયમાં,
વેઠી દુ:ખો ઘણા,વહાવતી પ્રેમ તણી ધારા તું,
તારા નિસ્વાર્થ પ્રેમનું એક–એક બૂંદ અમૂલ્ય મા,
તારો આ  અસીમ પ્રેમ જગતમાં અતુલ્ય મા,
પ્રેમની અનેક નદીઓ વહે, ચારેકોર જગમાં,
ભાઈ- બહેનના અટૂટ, બંધન સમો પ્રેમ,
સાચા મિત્રો તણો, નિસ્વાર્થ પ્રેમ જગમાં,
ગુરુ–શિષ્યના ત્યાગ તણો પ્રેમ દીઠો,
બાપ–દીકરીનો વહાલ વરસાવતો પ્રેમ,
પણ પ્રેમનો આખો દરિયો મળે તુજ ગોદમાં,
માનવ શોધે પ્રભુને ઠેર–ઠેર આ જગમાં,
મા રૂપી સાક્ષાત ઇશ્વરને ન ભાસે ઘરમાં,
ન જોઈ શકું, કદી એ અશ્રુભીની આંખો માની,
હે જનની, તારા પ્રેમનું ઋણ ક્યારે ઉતારી શકીશ?   

 

                              

મા વિષેનું કાવ્ય

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..