Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તરસ્યા પાગલ નયન
તરસ્યા પાગલ નયન
★★★★★

© Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

1 Minutes   6.7K    3


Content Ranking

ઉત્સાહી ઉમળકાના અંદર બધા ઉભરા હતા,
સ્પંદન સહારે ધડકનના સતત ધબકારા હતા.

એક ટકટકી સતત આંખની એના ઇન્તજારમાં,
કંઈ યુગો પછી આજ સાંજે એ આવનારા હતા.

ઉમટ્યા'તા વાદળ વ્હાલના અંતર કેરા આકાશે,
વરસાદના તો છેતરામણાં જ વર્તારા હતા.

યુગોથી મીટ માંડી ઊભો છું આકાશે આશમાં,
પહેલાંની જેમ હવે ક્યાં ખરતા તારા હતા?

આ ગમ અને આ ઉદાસીનો કાયમી સહવાસ,
હવે પછી અસ્સલ મિત્રો જ આ મારા હતા.

"પરમ" ઘૂઘવતો એક દરિયો એની આંખોમાં,
ને તોય તરસ્યા "પાગલ" નયન મારા હતા.

અછાંદસ કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..