Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

લાગે ભલે દૂર

લાગે ભલે દૂર

1 min
6.9K


લાગે ભલે દૂર, પણ છે તું આસપાસ,
એટલે જ ગમે છે મને, તુંજ સહવાસ.

પ્રેમ કરે છે એટલો અઢળક રોજ તું મને!
બોલ, આ સત્ય છે કે પછી આભાસ?

ભલે ન બોલે તું શબ્દ મુખથી એકપણ,
પણ મનમાં છે, આજે પણ એક આસ.

નિરાળી એની અદા ને એ પણ છે નિરાળી,
એટલેજ તો છે, એ મારે મન બહુ ખાસ.

એકવાર જો આવી જાયને એ મુજ દ્રારે,
પછી છો ને આપે, ગમે તેટલો ત્રાસ!

આવશે, આવશે, એ જરુર આવશે 'જશ',
છે મને આજ એનો, ગળા સુધીનો વિશ્વાસ.


Rate this content
Log in