પાંખ પોતીકી
પાંખ પોતીકી
1 min
13.5K
સમય; ગુલાબ; આંખ અને પાંખ પોતીકી;
મળી જતાં જ થાય દિશા ચાર આપણી!
સમુદ્ર; આભ; નીલવરણ પંખી ને પવન;
કેવી મજાની થઈ ગઈ અદ્ભૂત સાંકળી!
સૂરજનું ઊગવુંય વળી થઈ શક્યું સહજ--
પૂરવ દિશા તરફ જરા પૃથ્વીની થઈ ગતિ!
હૂંફાળવી હથેળી; મહેંદી મઢી મીઠાશ---
જોઈને નવયૌવનાનાં નયન ઝણકી ઝાંઝરી!
ગઝલ; નઝમ; કવિતા તો પર્યાય એકમેક--
સુગંધ-- સ્વરને સાંકળે ઝાલે જ્યાં આંગળી!