ખુશીઓ
ખુશીઓ
1 min
7.3K
કોણ આ સૂના મનમાં ભરે છે ખુશીઓ
કોણ આવીને આંગણે ધરે છે ખુશીઓ
બીક, ચિંતા, લાજ, કોઈ શરમ કે ના ફિકર
જોયું, કેવી બિનદાસ થઈ ઝરે છે ખુશીઓ
હોય જોકે એની તો વાત જ નિરાળી
રોજ નાચતી કૂદતી કેવી ફરે છે ખુશીઓ
કોઈથી કયાં પકડી રખાય છે એને કદી
ચોરપગલે ધીરે ધીરે કેવી સરે છે ખુશીઓ
હોય ખુશ મન તો ચહેરો ઊઠે છે ખીલી
આંખમાંય કમળની જેમ જ તરે છે ખુશીઓ
લમણે હાથ દઈને બેસી રહેવાથી ના મળે કંઈ
જે નહાય પરસેવે, તેને જ મળે છે ખુશીઓ
ઝલક જો મળી જાય 'જશ' તો કેવી મજા
પજવતાં આ તમામ દુ:ખડાં હરે છે ખુશીઓ