Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pushpa Maheta

Romance

3  

Pushpa Maheta

Romance

રહે કેમ છાના?

રહે કેમ છાના?

1 min
13.9K


સંબંધો ફળ્યા એ રહે કેમ છાના?

જીગર બે મળ્યા રહે કેમ છાના?

અધર બે હસ્યા ને અધર બે બિડાયા

થયા મન ગળ્યા એ રહે કેમ છાના?

મહેકથી બગીચા છલોછલ થયા પણ,

ફૂલોના છળ્યા એ રહે કેમ છાના?

અમે પુષ્પ જેવા સુકોમળ સુગંધી

ભ્રમર મન ચળ્યા એ રહે કેમ છાના?

પ્રણયનો અમલ પી જનારા દિવાના,

પ્રણયમાં ઢળ્યા એ રહે કેમ છાના?

શમાને ખબર ક્યાં પતંગાની હાલત!

લગોલગ બળ્યા એ રહે કેમ છાના?


Rate this content
Log in

Similar gujarati poem from Romance