Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Pandya (ખુશી)

Inspirational Others

5.0  

Heena Pandya (ખુશી)

Inspirational Others

ગમશે આજ મને કા'ન થવાનું

ગમશે આજ મને કા'ન થવાનું

1 min
208


આ ધરતી પર જો સઘળું વેરાન થવાનું,

તો પણ ક્યાં લોકોને એવું ભાન થવાનું.


આ કલિયુગ છે માટે લાજ બધી નેવે છે,

"મા" ઘરડાં ઘરમાં મુકવાનું જ્ઞાન થવાનું.


ચાકર થાશે જે "મા"નાં ચરણોમાં બેસી,

તો ભગવાન તને પણ દિલમાં માન થવાનું.


તું થાય યશોદા માત ફરીથી અવતરું હું,

પુત્ર બની ગમશે આજ મને કા'ન થવાનું.


તોફાનો કરતો 'ને કાન પકડતી મારા,

આજે તો આ આખુંય નગર બાન થવાનું.


લે હું આવું મસ્તક ઢાળી ખોળો પાથર,

"મા" તારી મમતાનું જો રસપાન થવાનું.


આ પ્રભુને તારો જ ભરોસો છે ધરતી પર,

આબાદ રહે છે આ દુનિયા સાન થવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational