Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Heena Modi

Fantasy

3  

Heena Modi

Fantasy

આ મોહ હવે છૂટે તો સારું

આ મોહ હવે છૂટે તો સારું

1 min
6.7K


આ મોહ હવે છૂટે તો સારું,

હરિવર તો હું તને વારુ,

મનનાં માંડવે રોપાયા છે,

માણેકસ્થંભ,

આ મરગ હવે ખૂટે તો સારું,

હરિવર તો હું તને વરુ,


આ આખાયે આયખાની મોહમાયામાં,

પડઘાયા કરે પડછાયા,

આ સંબંધોની હારમાળામાં,

જીવતર આખુંયે અટવાયા,

હવે તો મોહ ખૂટે તો સારું

હરિવર તો હું તને વરુ,


ક્યાં આરંભ ક્યાં અંત કયા છે, અનંતનો આરો,

હું ન જાણું એ કશું ...

તારે ને મારે તો છે જનમનો નાતો,

બસ! હું એટલું જ જાણું...

હરિવર! તું જો આવે તો સારું,

હરિવર! તો હું તને વારુ.


Rate this content
Log in