Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mahebub Sonaliya

Drama Tragedy

3  

Mahebub Sonaliya

Drama Tragedy

દિલનો દિધો છે ટુકડો

દિલનો દિધો છે ટુકડો

1 min
5.7K




દિલનો દિધો છે ટુકડો માલિક શુકર કરું છું,

એમા ગઝલ ઉગાડી જીવતર બસર કરું છું,


બેસી રહું છું જયારે ખોડે છે દુનિયા ખિલ્લાઃ

જયારે કળે છે છાતી ત્યારે સફર કરું છું,


એને ખબર પડે શું ખોટું કહે છે દુનિયા,

કે આજીવન બસર હું એના વગર કરું છું,


'મહેબુબ' પૂછતા'તા થૈ ને અજાણ અમને,

નિંદરમાં પણ સતત હું કોનો જિકર કરું છું,


ભૂલી મને બતાવો એકાદ પળને માટેઃ

'મહેબુબ' નામ મારું ચોક્કસ અસર કરું છું.


Rate this content
Log in