Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ટીન-એજ

ટીન-એજ

1 min
390




દિકરો મારો મોટો થઈ ગયો ,

બાળક મટી ટીન એજ થઈ ગયો !


દિવસે નહીં તો રાત્રે વધતો,

મારા કરતાં ઊંચો થઈ ગયો !


કાર્ટૂન નહીં ગમતાં એને હવે,

ઈંગ્લીશ ફિલ્મો જોતો થઈ ગયો !


અત્યાર સુધી હતો કહ્યાગરો,

હવે થોડું સામે બોલતો થઈ ગયો !


જમવામાં વધ્યાં નખરાં એનાં,

પીઝા, બર્ગર માંગતો થઈ ગયો !


કુતુહલ વૃત્તિ એની ગજબની,

એના પ્રશ્ર્નો 'ગુગલ' માં શોધતો થઈ ગયો !


કેટલીયે રમતો રમતા ન થાકતો ક્યારેય,

હવે મોબાઇલ ગેમ રમતો થઈ ગયો !


Rate this content
Log in