Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jignesh Vala

Others

4  

Jignesh Vala

Others

ગઝલ લખવાનું કપરું છે;

ગઝલ લખવાનું કપરું છે;

1 min
13.9K


આ બળતો હાથ રાખીને ગઝલ લખવાનું કપરું છે;

સળગતો હાથ રાખીને ગઝલ લખવાનું કપરું છે.

અમારા અંગને ચીરી બરફ અંદર ભરેલો છે;

કે ગળતો હાથ રાખીને ગઝલ લખવાનું કપરું છે.

હજારો થાય છે સણકાં-સબાકાં ટેરવે મિત્રો ;

આ કળતો હાથ રાખીને ગઝલ લખવાનું કપરું છે.

નથી પકડી શકાતો કોઇ વેળા આપણાથી પણ;

રખડતો હાથ રાખીને ગઝલ લખવાનું કપરું છે.

અમારો હાથ આ ભાંગી અને ભૂક્કો થયેલો છે;

લબડતો હાથ રાખીને ગઝલ લખવાનું કપરું છે.


Rate this content
Log in