Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megh Bindu

Others

2  

Megh Bindu

Others

સજાવીને બેઠા

સજાવીને બેઠા

1 min
6.5K


મનોમન મનોરથ સજાવીને બેઠા

વિચારો અનોખા વસાવીને બેઠા

 

છતાં રોજ થીજી જવાતું સંબંધે

સમજ તાપણાને તપાવીને બેઠા

 

અમૂલ્ય કહીને ન લેતું કોઈપણ

અરે! ભાગ્ય કેવું લખાવીને બેઠા

 

ઘરેઘર બધાને થઇ જાણ જેની

અમે એ જ વાતો છુપાવીને બેઠા

 

અમે ધ્યાન રાખ્યું નહી સંસ્કૃતિનું

મળી વારસામાં ગુમાવીને બેઠા

 

ધરમનાં જ નામે કરે એ તો ધંધા

ભભૂતિ શરીરે લગાવીને બેઠા

 

ફક્ત વેશ બદલીને સાધુ થયા ત્યાં

તરત ભીડ લોકો જમાવીને બેઠા


Rate this content
Log in