આંખે જગેલા ખ્વાબ
આંખે જગેલા ખ્વાબ
1 min
6.9K
આંખે જગેલા ખ્વાબના અરમાં તરી જતાં,
જાગી નિગાહે નાજના સપના સરી જતાં.
કોયલ ટહુકી ઝાડવે સુની ક્ષણો ભરે
આશા ભરેલી લાગણી સુરે મઢી જતાં.
સુંદર સજેલા બાગની સુરત નજર હરે,
મંજર રસીલા આંખને નુરે ભરી જતાં.
વાદળ ભરીને આવતી સાવન ભરી ઘટા,
સુકી ધરાને ભીંજવી ભીની કરી જતાં
જોવા સજનને આવતાં દ્રષ્ટિ નિહાળતી,
રાખી હ્રદયને તાણમાં પગલાં ગણી જતાં.
આવી ભરાણાં આંખમાં સપના લગન તણાં
જગની રસમની ચાલમાં પાછા વળી જતાં.
વધતી નજરની આજકલ જાગી જરુરતો,
માસૂમ ભલેને એકલા મનથી પડી જતાં.