કારણ
કારણ
1 min
6.8K
એક વાર મેં જોઈ સાંજને ઉદાસ
થયું લાવ મળી પૂછું તેને તેનું કારણ.
હિંમતના ચાલી સાંજને પૂછતાં,
થયું તે કહેશે છે તારી પાસે કારણ?
સાંજની વિદાય થઈને આવી રાત ઉદાસ, મેં પૂછ્યું આજ કેમ હતી સાંજ ઉદાસ?
તો કહે કયાં થાય છે?
અમારું મિલન,
કયાંથી કહું તને એનું કારણ.
વિચાર વિર્મંશમાં રાત પણ ગઈ ઉદાસ,
ત્યાં આવી પહોંચી સોનેરી સવાર..
મેં પૂછ્યું કે કેમ હતી સાંજ ઉદાસ,
તો કહે ના કર મારી સાથે વાત ઉદાસ.
હું તો લાવું રોજ સંદેશ એ જ કે છે નવી સવાર, સાંજની ઉદાસીને રાતની ખામોશી
પણ મારું આગમન છે નિશ્ચિંત,
માટે કાજલના પૂછ તું મને કારણ.
હું તો છું દુઃખનું મારણ,
જાગ્યાનું સવાર- હું જઈશ સાંજ આવશે.
પણના પૂછ તુ કારણ ઉદાસ,
મારો સંદેશ એ જ જાગો થયું પ્રભાત..
ઉંઠો ખંખેરી આળસ,
નવ ઉલ્લાસ
નવ આંનદ એ જ તો કારણ.