Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Purohit

Others

3  

Neha Purohit

Others

તો ના કઇ રીતથી કહેવી ?

તો ના કઇ રીતથી કહેવી ?

1 min
13.8K


મને જાતે જ બહેકાવી, તો ના કઇ રીતથી કહેવી ? 

કહ્યું: "લે જાતને તાવી" - તો ના કઇ રીતથી કહેવી ?


હતી પૂરી ઝનૂની, દર્દને પીડાની મા થઈને,

ગઝલ વર્ષો પછી આવી તો ના કઇ રીતથી કહેવી !


મજૂરી રાત દિ', ને મહેનતાણામા પીડા મળતી,

ગઝલ એ નોકરી લાવી, તો ના કઇ રીતથી કહેવી.


હું સાવધ છું જ, તો પણ મન સતત તમને જ ઝંખે છે,

લીધો એ રાહ અપનાવી, તો ના કઇ રીતથી કહેવી ?


તું 'નેહા' છો ? તો બસ, દુનિયાને ચાહ્યા કર ક્ષમાભાવે,

હ્યદય એવું દે પરખાવી તો ના કઇ રીતથી કહેવી ?


Rate this content
Log in