અવકાશ
અવકાશ
1 min
6.9K
પહેલાં એણે થોડી માટી ખોદી
અને પૃથ્વીમાં અવકાશ કર્યો.
એ માટીમાંથી ઘડો બનાવી
પોતાનું અલાયદું અવકાશ કર્યું.
પછી એમાં પાણી ભરી
ફરી એ અવકાશ ઠાલવી દીધું આકાશમાં !