Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Himal Pandya

Others

4  

Himal Pandya

Others

આપો છો તમે!

આપો છો તમે!

1 min
13.3K


ઊડવા આકાશ આપો છો તમે
પણ એ પ્હેલાં પાંખ કાપો છો તમે!

સાવ કેવો ભેદ રાખો છો તમે!ટહૂકાઓને કેદ રાખો છો તમે!

ક્યાં ગળે કોઈ વાત બાંધો છો તમે?બસ, તૂટે ત્યારે જ સાંધો છો તમે!

સાવ ખોટી વાત ધારો છો તમે!આંસુઓ એમાં જ સારો છો તમે!

એટલે હંમેશ ફાવો છો તમે!
રોઈ-કકળીને મનાવો છો તમે!

આટલું યે ક્યારે માનો છો તમે?જીવવા કાજે ખજાનો છો તમે!


Rate this content
Log in