Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harsh Bhrambhatt

Others

4  

Harsh Bhrambhatt

Others

સંબંધો

સંબંધો

1 min
14.1K


હોય છે આરંભમાં ગાતા સંબંધો
આખરે ડૂસકાં બની જાતા સંબંધો

થાય જર્જર રંગ ઊડી જાય પ્હેલાં
વસ્ત્રની પેઠે સરી જાતા સંબંધો

એકલા પુષ્કળ પડો, ઘૂંટાવ ભીતર
આભ જેવા મુક્ત સમજાતા સંબંધો

એક પળમાં જાય બંધાઈ અચાનક
ના પછી ક્યારેય ભુલાતા સંબંધો

'હર્ષ' જોયા છે ગજબના ભાવ મેં પણ
કલ્પનાની બ્હાર વેચાતા સંબંધો


Rate this content
Log in