Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Viplav Dhandhukia

Others

3  

Viplav Dhandhukia

Others

ચાલો આવજો

ચાલો આવજો

1 min
7.2K


સમય થઇ ગયો તમને આવજો કહેવાનો,
એક નવી જ દિશામાં પગદંડી માંડવાનો,
આવી ગયો છે એ દિવસ બહુ નજીક, જયારે,
સૌને એકલા મૂકીને, લો હું તો ચાલ્યો જવાનો.

ભૂલી મારી ઓળખીતી, રમતી કેડીઓને,
એક નવા રસ્તે, છોડી જુના પગથિયાંઓને,
મટી ભોમિયો, મુસાફિર બની રઝળપાટ કરવા,
એ વાટોને મૂકીને, લો હું તો ચાલ્યો જવાનો.

મારા ખુલ્લામાં બાંધેલા સ્વપ્નાઓના મહેલોને,
એવા અનેક મન મુકીને કરેલા ચિતરામણોને,
ધીંગામસ્તી, તોફાન, ટોળટપ્પા-વાતોને છોડીને,
સોનેરી યાદોની સાથે, લો હું તો ચાલ્યો જવાનો.

હસતા-રમતા, મારા પ્રિય વાતાવરણને,
પંખીઓના કલશોર, તળાવના કિનારાને,
કોમળ-કૂંપળ, લીલાશ-ભીનાશ, ફૂલોને,
એ તાઝગીને છોડી, લો હું તો ચાલ્યો જવાનો.

કેટલીય લાગણીઓ, એટલા જ હાશકારાને,
ઘણી ગુપ્તવાતો, કરેલી અમુક જાહેરાતોને,
મારા સંગ હ્રદય એક ખૂણામાં ધરબી,
હસતા-રડતા, લો હું તો ચાલ્યો જવાનો.

ચાલ્યો જવાનો અસલ મુકામ તરફ,
પ્રેમની બાકી રહેલ લેવડ દેવડ છોડી,
ન શીખેલ, અંકગણિત ના જીવન તરફ,
સ્વ-અસ્તિત્વ ઓગાળવા, ચાલ્યો જવાનો.


Rate this content
Log in