Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dilip Ghaswala

Inspirational

1.0  

Dilip Ghaswala

Inspirational

ગણે છે કેટલા ?

ગણે છે કેટલા ?

1 min
20.5K


જિંદગીના દાખલા સાચા ગણે છે કેટલા?

આ નિશાળોમાં ગયા તો પણ ભણે છે કેટલા?

દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ;

આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા?

દોષ દેવો અન્યને આદત તને છે માનવી;

જાતને સામે ધરીને દુઃખ હણે છે કેટલા?

ઈશે સૌને મોકલ્યા છે પોત પોતાને રાગે; 

તાલબદ્ધ ને સુર લયમાં ગણ ગણે છે કેટલા?

“શોકમાં છીએ” કહી આંસુ મગરના સારે છે;

સાચા દિલથી અંજલિ આપી રડે છે કેટલા?


Rate this content
Log in