Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અળગાં થઈ શકો
અળગાં થઈ શકો
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   13.7K    4


Content Ranking

જાતે જ જાતથી અગર અળગાં થઈ શકો;
જે કંઈ તમે છો એનાથી બમણાં થઈ શકો.

જો શક્ય હો તો જીવવું બસ બોજને તળે,
જીવી ગયાં તો મૈત્રીનાં સપનાં થઈ શકો.

ભણતાં રહેલાં હોવ જો ચાહતના મંત્રને,
ઓઢીને કાળી કામળી લમણાં થઈ શકો.

આ શ્વાસ શું છે ચીજ એ જાણી ગયા પછી,
પ્રત્યેક પળની માળાના મણકા થઈ શકો.

વરદાન આંખને મળે આંસુંનાં ધામનું;
વરસ્યે જતી યદાતદા ઘટના થઈ શકો!

બોજ મૈત્રી વરદાન આંસુ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..