Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ankit Gorasiya

Others

3  

Ankit Gorasiya

Others

થયો છું

થયો છું

1 min
13.8K


જ્યારથી હું તારી એ આંખોમાં બંધ થયો છું,
પ્રેમ પણ ના દેખાય એટલો હું અંધ થયો છું.

તું મેઘધનુષ્ય છે એ વાત જગજાહેર છે પણ,
તારી એક વાછટમાં પલળી હું બેરંગ થયો છું.

પંક્તિઓ વચ્ચે અસમાનતા લાગતી હશે તને,
એક એકધારી ગઝલમાંથી હવે હું છંદ થયો છું.

હું એક ખૂલો રસ્તો રહ્યો હતો આખી જિંદગીમાં,
તે ઘડેલા અંધકાર નીચે હું એક સુરંગ થયો છું.

અરે! તારા મૌનમાં હતી એટલી બધી તાકાત કે
એક સળંગ સપનું હતો અને હવે ભંગ થયો છું.

તારી હાજરી હતી તો પણ તારી હાજરી નહોતી,
એવા શોકના અવસરમાં ખુદનો ઉમંગ થયો છું.

ધાર્યા કરતાં પણ વધુ રમત થઈ છે મારી સાથે,
દુનિયાની નજરમાં અપરાજિત શતરંજ થયો છું.

તે સૂર ફૂંકયા જ્યારથી મારી વાંસળીમાં “અંકિત”,
બેસુરા લોકોમાં હું એક માનીતો પ્રસંગ થયો છું.


Rate this content
Log in