Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipal Upadhyay

Others

3  

Dipal Upadhyay

Others

અે વાતને વરસો થયાં

અે વાતને વરસો થયાં

1 min
13.9K


જળ ઘણાં ઊંડા ગયાં અે વાત ને વરસો થયાં,
આપણે કોરા રહ્યાં અે વાત ને વરસો થયાં.

ચામડી તો લાલ ક્યાંથી આપને દેખાય આ‌?
પીઠ પર ચાબુક સહ્યા અે વાત ને વરસો થયાં.

આંગણે આવી અમારાં મૌન છો આજે તમે,
બોલ બે મીઠા કહ્યાં અે વાતને વરસો થયાં.

માત્ર ખાલી હું નદી જોયા કરું છું હરવખત,
નીર ત્યા ખળખળ વહ્યાં અે વાતને વરસો થયાં.

મહેરબાની કંટકોની એટલી 'ફોરમ' હતી,
ફૂલની માફક હસ્યાં અે વાત ને વરસો થયા.


Rate this content
Log in