કાળઝાળ બપ્પોરે
કાળઝાળ બપ્પોરે
1 min
13.5K
અહીં એક ઘટના બની જાય બપ્પોર,
સૂરજ થાય પગભર ને સર્જાય બપ્પોર.
તરસગ્રસ્ત સઘળું ધરાથી ગગનલગ,
વળી પાછી એમાં ઉમેરાય બપ્પોર.
હવા લાગતી કોઈ કાતિલ શિકારી,
જુએ ક્યાંક માળો ને સંતાય બપ્પોર.
દુપટ્ટામાં વીંટે છે વાદળ સૂરજને,
ઘડી બે ઘડી ત્યારે બદલાય બપ્પોર.
પવનની પડે લાશ રસ્તા વચોવચ,
અને ત્યારે લાચાર દેખાય બપ્પોર.
ભરે છાંયડે કોઈ મ્હેફિલ મજાની,
પછી ગીત ગુલમ્હોરમાં ગાય બપ્પોર.