Harshida Dipak

Others


3  

Harshida Dipak

Others


" મા "

" મા "

1 min 13.6K 1 min 13.6K

પિયરથી પગલું ઉપાડ્યું
ને મેલ્યુ પિયુને ગામ 
જાણે કોડીયામાં જ્યોત સમ
લાગ્યુ ઝળહળવા 
પ્રેમને પાથરયો
સ્નેહથી શ્વસ્યો 
વ્હાલમાં વહાવ્યો 
એક એક ઇંટમાં ટહુકો ભર્યો
બારી દરવાજા દિવાલોમાં
મખમલી માટીમાં
હાથને ઝબોળિ
રંગિલિ ભાત ચિતરવા
અંતરના ઓરડે,
સ્નેહના સંબંધને
મૂળથી ઓગાડિ
અંધારી કોટડીમાં,
તેજના તિમિરમાં ટમટમવા
આ શું ઉઘડ્યું
મોગરાની કળી  જેમ
મઘમઘતી  ઉછળી
   ને  
સુવાસ જાણે ફેલાણિ 
ત્યાં તો 
પ્રેમ લાગણી  
વ્હાલનો મીઠો ટહુકો ગુંજ્યો 
" મા "
ચિતરાઇ ગઈ હું
જાણે 
મેઘધનુંષી રંગોળિમાં
મળી ગઈ મને
મારા પ્રભુની પ્રસાદી.


Rate this content
Originality
Flow
Language
Cover Design