વિરહ
વિરહ
1 min
13.1K
મિલનમાં તો ઘણીવાર ભૂલી જવાયું છે,
નામ તારું વિરહમાંજ ઘૂંટી જવાયું છે !
સંજોગો સામે અડીખમ ઊભું રહેવાયું છે,
તારી જુદાઈના દર્દમાંજ તૂટી જવાયું છે !
મારા વિશે કદી ક્યાં કશું વિચારી શકાયું છે,
આ પ્રેમની આબોહવામાંજ લૂંટી જવાયું છે !
ઉદાસી હવેતો જમાનાની નજરે ચઢી છે,
ઉપેક્ષા જોઈ તારી જાતથી ખૂટી જવાયું છે !
ક્ષણ-ક્ષણ કરીને કેટલા યુગો વિતાવીશું ?
છેલ્લી ક્ષણોમાંય તારાથી ક્યાં છૂટી જવાયુંછે !