Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mukesh Dave

Others

3  

Mukesh Dave

Others

બેઠાં

બેઠાં

1 min
13.1K


એવું તે શું ભાળી બેઠાં?
ભીતરને અજવાળી બેઠાં!

ચ્હેરા ઊપર હસવું લૈને,
આસુંઓને ખાળી બેઠાં.

વૃક્ષો સઘળાં માનો ખોળો,
કલરવને સંભાળી બેઠાં.

સગપણનાં આ જંગલ વચ્ચે,
જાત અમારી બાળી બેઠાં.

લો, ઓચિંતી સાંજ ઢળી છે,
પાપણને એ ઢાળી બેઠાં.

શાતા ક્યાંથી મળતી અમને!
અંગારા પંપાળી બેઠાં.

અક્ષરના અજવાળે જોયું,
મૂકેશમાં વનમાળી બેઠાં.

 

 

 


Rate this content
Log in