Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pragna Vashi

Others

4  

Pragna Vashi

Others

કોઈ શું કરે ?

કોઈ શું કરે ?

1 min
13.5K


તું જાતને ના જોતરે તો કોઈ શું કરે?
ચીલો નવો ના ચાતરે તો કોઈ શું કરે?

માંગે મદદ તો કોઈ પણ રસ્તો ચીંધી શકે,
તુજને અહમ્ જો આંતરે તો કોઈ શું કરે?

જ્યાં ખાતરી કે પ્રેમથી દુનિયા ઝૂકી જશે,
ત્યાં તું ઘૃણાને નોતરે તો કોઈ શું કરે?

ચ્હેરા ઉપર તો સાચનો અભિનય ચમકચમક,
પળવાળમાં જૂઠો ઠરે તો કોઈ શું કરે?

જીવનના ચક્રવ્યૂહમાં તું તો નવોસવો,
કિસ્મત ઉપરથી છેતરે તો કોઈ શું કરે?

રણને તરસ છે એવી કે વરસાદ ભીંજવે,
પણ થોર સઘળે વિસ્તરે તો કોઈ શું કરે?


Rate this content
Log in