Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સૂકી આંખોમાં ભીનો ઇન્તજાર..
સૂકી આંખોમાં ભીનો ઇન્તજાર..
★★★★★

© Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

1 Minutes   1.5K    5


Content Ranking

એક આકાશનો ટુકડો જો ખાલીપાને તરશે
તો આ મરુસ્થળમાં પણ મેઘરાજ વરસે
 
મારી આ સુકી આંખોમાં એક ભીનો ઇન્તજાર
ને પ્યાસ મારી આંખોની એક મયખાનું ઝંખે
 
ઝુલ્ફ તારી ગૂંચવાઈ આ હવાઓના ઈશારે
તો ઉલઝન આ દિલની મુજ એને જ ઝંખે
 
નૈસર્ગિક તમન્નાઓને કેમ કરીને સમજાવું
કદમ આ મારા બસ તારી જ ગલીને ઝંખે
 
તારું નામ લખું ને આ લહરો ભૂંસી જાય
તોય આવારગી દિલની ફરી ફરીને લખે
 
ઉછળતા અરમાનોની ભરતી બની બેકાબૂ
તું હવે આવે તો જ આ અંતરમાં ઓટ આવે
 
આલિંગન આ તેજ હવાઓની બાહોનું મને
જકડે છે તો મન મારું એ જ પ્રથમ મિલન ઝંખે
 
હેડકીઓએ આખી રાત જગાડ્યો છે મને "પરમ"
"પાગલ" શું કામ તું મને યાદ કરી કરીને ડંખે
 
 
 
 

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..