Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Pandya

Others

1.1  

Vipul Pandya

Others

વાછટ ઝાઝેરી

વાછટ ઝાઝેરી

1 min
7.0K


તડકા ને મૂકો તડકે, વરસાદી વાત કરો ને.
આભ ઓગળે ને ટપકે, વરસાદી વાત કરો ને.

આઠ મહિનાથી શેકાઈ રહ્યાં'તા ખેતર સઘળાં,
નેહ મેઘનો ત્યાં છલકે, વરસાદી વાત કરો ને.

કૂવે જે ખૂટ્યાં પાણી તે આંખ્યુંમાં ફૂટ્યાં'તા,
હરખ હવે ખળખળ ખળકે, વરસાદી વાત કરો ને.

કોઈ કાંતતા હતા તરસ તો કોઈ પીંઝે લૂને,
ચાતક ચાંચે જળ તબકે, વરસાદી વાત કરો ને.

લખું અગર 'વરસાદ' ઊડવાની વાછટ ઝાઝેરી,
શબ્દો 'સહજ' સહજ અટકે,વરસાદી વાત કરો ને.


Rate this content
Log in

More gujarati poem from Vipul Pandya