શ્રાવણીયો
શ્રાવણીયો
1 min
6.6K
શ્રાવણીયા મહિને વહાલો સંદેશા મોકલે
ઝરમર વરસે ઝીંણા મેહ
વૃંદાવન ને વાલા મારગ જાતા મને
સામા મળ્યા કુંજબિહારી...
આવો આવો મારા કાન કુંવર,
સાગ સીસમના ઢળાવું ઢોલિયા..
અને ભાત ભાતના પીરસું પકવાન.
મુખવાસ નાગરવેલ ના બીડલા.
હરિસંગ હેત ઘણા, હરિસંગ નંદલાલા.
નામ ન જાણું ઠામ ન જાણું,
હું કેમ કરી આવું તારી પાસ..
"રાધા" છે મારું નામ
અને બરસાના છે અમારુ ગામ
કેમ કાના, નાઓળખી બાળપણની
ભેરુડી.
હરિસંગ હેત ઘણાં ,
હરિસંગ નંદલાલા..