Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigisha Raj

Others

2  

Jigisha Raj

Others

તાપ-સંતાપ

તાપ-સંતાપ

1 min
7.2K


તાપ દઝાડે છે જગમાં કે આકરો પડતો સંતાપ,
સંવેદનાનો દવ કે વિક્ષુપ્ત વેદનાનો એ પ્રતાપ.

છો મને લાગતી લાચાર લાગણીઓ સાવ અમાપ,
કોડીઓના ભાવે રમતી જિંદગીનો ય છે ઘણો વ્યાપ.

લાંગરેલા વહાણોય ભરતી-ઓટને આપે છે કદી થાપ,
આ પ્રવાહિતા નદીને ક્યાં કોઈ કરવા પડે છે જાપ?

લે, છૂટ્ટી મૂકી આ જિજીવિષાને, છે એનો કોઈ ચાપ?
વર્તુળોમાં ગોઠવાયેલી ઈચ્છાઓનેય લાગ્યો જાણે શ્રાપ !

શ્વાસ હવે સગપણને શ્વસે, ક્ષણોએ મૂક્યો છે થોડો કાપ,
ક્ષિતિજે તોય જો અંકાશે, આપણા મિલનની એ છાપ!


Rate this content
Log in