Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તરી જતાં
તરી જતાં
★★★★★

© Masum Modasvi

Inspirational

1 Minutes   6.8K    5


Content Ranking

આંખે જગેલા ખ્વાબના અરમાં તરી જતાં, 

જાગી નિગાહે નાજના સપના સરી જતાં. 

કોયલ ટહુકી ઝાડવે સુની ક્ષણો ભરે

આશા ભરેલી લાગણી સુરે મઢી જતાં. 

સુંદર સજેલા બાગની સુરત નજર હરે,

મંજર રસીલા આંખને નુરે ભરી જતાં. 

વાદળ ભરીને આવતી સાવન ભરી ઘટા,

સુકી ધરાને ભીંજવી ભીની કરી જતાં 

જોવા સજન ને આવતાં દ્રષ્ટિ નિહાળતી,

રાખી હ્રદયને તાણમાં પગલાં ગણી જતાં.

આવી ભરાણાં આંખમાં સપના લગન તણાં

જગની રસમની ચાલમાં પાછા વળી જતાં.

વધતી નજરની આજકલ જાગી જરુરતો,

માસૂમ ભલેને એકલા મનથી પડી જતાં.

કવિતા ગઝલ બાગ આંખો

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..