Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragna Vashi

Others

3  

Pragna Vashi

Others

કેશવ મળે...

કેશવ મળે...

1 min
6.5K


એક અનલહકથી સભર આસવ મળે,
બ્હાર ભીતર બસ બધે કેશવ મળે.
 
સ્મૃતિઓનું ગાડું જ્યાં પાદર છૂટ્યું,
ત્યાં અચાનક શેરીએ શૈશવ મળે.
 
એકમાંથી બે થયાનાં માનમાં,
સૂરિલી શહેનાઈનો કલરવ મળે.
 
જે જટિલ પ્રશ્નો સુધી પહોંચી શકે,
ઉત્તરો એના પછી લાઘવ મળે.
 
ઊડતાં પહેલાં જરા ટહુકી ગયું,
ટોડલે બસ ભૈરવી વૈભવ મળે.
 
પ્રેમ પર સંશય કરી જે તરફડે,
ક્યાંથી ‘પ્રજ્ઞા’ એમને ભાર્ગવ મળે?


Rate this content
Log in