Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dr.Riddhi Mehta

Children Stories Inspirational

3  

Dr.Riddhi Mehta

Children Stories Inspirational

ખુશાલી

ખુશાલી

1 min
282


અદભુત શરૂઆત હોય છે જીવનની,

રોમાંચક પળો હતી એ જિંદગીની.


જીવનનુ ઘડતર શરૂ થયું,

જ્યારે શાળામાં ચોપડે નામ થયું.


જીવનનો પાયો હોય છે શાળા,

ત્યાંથી જ નીકળે છે કોહીનુરનાં હીરા.


કુમળાં છોડનું કરવું જતન,

એ કંઈ એવું નથી સરળ.


કોરી પાટી જેવું હોય છે બાળ મન,

તેમાં સાચા રંગ પુરવા એ છે કઠણ.


એ જ તો છે પાયાનું સિંચન,

એ જ શાળા ભુલકાને કરાવે છે ચિંતન.


આજે પણ યાદ છે મને એ શાળા,

હતી એ નાની, પણ હતી નિરાલી.


સગવડો ઓછી, પણ ખુશી હતી મજાની,

નીચે બેસીને ભણવામાં પણ હતી ખુશાલી.


આજે આ સુખ સાહ્યબીમાં પણ ક્યાં છે ખુશી ?

રોજ હોય છે એક નવી ચિંતાની પનોતી.


ફરી આવી જાય એ સોનેરી દિવસો પાછાં,

મનની મુંઝવણનાં મારગ કરવા છે નોખાં.


Rate this content
Log in