જીવતર ભ્રામક વધારે...
જીવતર ભ્રામક વધારે...
જીવતર ભ્રામક વધારે,
છૂટતું હો તો જરા છોડીને જોવું
એ છૂટે છે કે પછી.
એક એ છે, જે ઉગારે,
છૂટતું હો તો જરા છોડીને જોવું,
એ છૂટે છે કે પછી.
આમ તો હું છું પ્રવાસી વિશ્વ સાથે,
ક્યાં મમત રાખી શકું ને તે છતાં રાખી મમત,
જોવું છે બસ એ જ મારે,
છૂટતું હો તો જરા છોડીને જોવું,
એ છૂટે છે કે પછી.
રાગ મેં છેડ્યો નથી મલ્હાર તો યે કેમ આ વરસાદ ભીતર ભીંજવે મુજને સતત,
માણવું છોડી વિચારે !
છૂટતું હો તો જરા છોડીને જોવું,
એ છૂટે છે કે પછી.
કોઈ મારી ભીતરે હરદમ શ્વસે
એથી હુંફાળું જીવતર લાગ્યું નહીં તો સો ટકા,
હું ને પ્રજ્ઞા ‘હું’ જ ભારે,
છૂટતું હો તો જરા છોડીને જોવું,
એ છૂટે છે કે પછી.