Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drmahesh Rawal

Others

2  

Drmahesh Rawal

Others

થઈ થઈને થાશે શું બીજું?

થઈ થઈને થાશે શું બીજું?

1 min
7K


આવ્યા એમ જ પાછા જાશું, થઈ થઈને થાશે શું બીજું?
ખેપટ છીએ, ખંખેરાશું થઈ થઈને થાશે શું બીજું?

બદલાતી મોસમની હારે, વા ફરશે વાદળ પણ ફરશે,
તપશું,ઠરશું,ભીના થાશું થઈ થઈને થાશે  શું બીજું ?

રસ્તો આખો પથરાળો ને ટેકણ તકલાદી સમજણનું,
પડશું, આખડશું, છોલાશું થઈ થઈને થાશે શું બીજું?

મનમૂઝાંરે ઈશ્વર તરફે અમથા મનમરજીનાં માલિક;
સગવડિયા માણસ કે’વાશુ, થઈ થઈને થાશે શું બીજું?

સીધી રીતે કોણે કોને રસ્તો દીધો આગળ થાવા,
હડસેલશું કાં હડસેલાશું થઈ થઈને થાશે શું બીજું?

રોવાની ફાવટ, ને મુઠ્ઠી ભેગી લઈને જન્મ્યાં –
ગળથુંથી પીધી, એ પાશું થઈ થઈને થાશે શું બીજું?

આઘા ઓરા અંગત અમથા સંબંધો જીવતાં – જીરવતાં,
ખરપાણા એમ જ ખરપાશું, થઈ થઈને થાશે શું બીજું?


Rate this content
Log in