માના વધામણાં
માના વધામણાં
1 min
6.6K
માની શકિત અને ભકિત પૂજાનું
પવઁ એટલે અંબે માના નોરતા.
માના વધામણાં, માડીના ઓવારણાં.
માની આરાધના, ઉપાસના અને
ઘટ સ્થાપન એટલે હૈયે હષોઁલાસ,
માને શત્ શત્ પાયવંદન.
ભાવ અને શ્રધ્ધાની ભૂખી એવી
મારી ગબ્બરના ગોખવાળી,
ચૂંવાળના ચોક વાળી મારી અંબેમાને ઘણી ખમ્મા.
માતાજીનો દિપ એટલેજ માની શકિત,
અને માતાજીનો ગોખ એટલે જ ભક્તજનોની ભક્તિ....
માતાજીની દિપમાલા એટલેજ,
રાસગરબામા રસબોળ એવા ગોપ ગોપીઓની
તાલીઓનો રણકાર અને પગની ઝાંઝરીઓનો ઝનકાર.