સ્મૃતિ
સ્મૃતિ
1 min
7.1K
તારું નિત્ય મારામાં વરસવું
અને ગરજવું
તારું નિત્ય મારામાં ખળભળવું
અને ખળખળ વહેવું
આપણાં એકાંતના બાગમાં
આપણી લાગણીઓના સ્પર્શની
કૂપળનું ફૂટવુ.
સ્પર્શ કરું કે દૂરથી જોયા કરું
પ્રત્યક્ષ કે પરોક્ષ નિરંતર જોયા કરું
પ્રથમ સ્પર્શનું કંપન
મારી સ્મૃતિ માં છે
મારી ભિતર ઉદભવતુ
સ્પંદન મને વલોવે છે
આપણી લાગણીઓના
અરસપરસના
સ્પર્શને એક વાચા ફૂટી,
અને આનંદ ની એક કૂંપળ ફૂટી
જે આપણા એકાંત ના બાગને
જીવંત બનાવી.