વરસાદમાં
વરસાદમાં
આંગણું કોરું રહ્યું વરસાદમાં,
જાણે હો દીવાલ આડે આભમાં.
આમ પણ કયાં દૂર છે તું મારાથી ?
જાય ને આવે છે શ્વાસોશ્વાસમાં.
દૂર કોઈ એક પડદો સળવળે,
કેટલી વાતો ખુલી છે વાતમાં ?
સાંજ ઢળતા એ વળે માળા ભણી,
જોમ છલકાતું રહે છે પાંખમાં.
ધ્રુવ તારક છું તમારા પ્રેમનો,
આ "દિલીપ" ચમકી જશે આકાશમાં.