Ramesh Parekh

Classics


0  

Ramesh Parekh

Classics


તારાં સ્મરણને મારામાંથી બાદ કર

તારાં સ્મરણને મારામાંથી બાદ કર

1 min 91 1 min 91

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,

કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?

લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.

કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર

સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં

આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,

રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં.

છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,

મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં ?

જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને,

પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.


Rate this content
Originality
Flow
Language
Cover Design