બ્લૂ ટૂથ
બ્લૂ ટૂથ
અજબ ‘બ્લૂ ટૂથ’ છે આપણી વચ્ચે,
મનનાં સંદેશાઓની આપ–લે સરળતાથી થઈ જાય છે.
ન તારની જરૂર છે; ન તો ઉપકરણોની,
બસ, આમ જ, પરસ્પર લાગણી ‘ટ્રાન્સફર’ થાય છે.
એવું તો શું બંધન છે? આપણી વચ્ચે કે –
કહ્યા વગર જ બધો ‘વોઈસ’ સંભળાઈ જાય છે.
હોય ભલેને કેટલુંય અંતર, ક્યાં ચિંતા છે?
‘એસ.ટી.ડી’ કે ‘આઈ.એસ.ડી.’ની ક્યાં ખપત છે!
સાથ દેવો કે ‘ડિસકનેક્ટેડ’ થઈ જવું? તારો નિર્ણય છે –
મળવું ને છૂટ્ટા પડી જવું એ તો દુનિયાનો ‘રૂલ’ છે!
તને મળ્યા પછી ચોક્કસથી લાગે છે;
કોઈ કિસ્મત ‘કનેક્શન’ જેવું કૈંક તો છે જ...!
તારી ને મારી પ્રીત ‘એક્સક્લૂસિવ’ છે.
અહીં એકાદ નહિ; જન્મોજનમનો ‘કોન્ટ્રાક્ટ’ છે!